દયાપર ઉપરાંત અમિયાની બે વાડીમા બોર વાયર પર બે ઈસમે હાથ માર્યો
copy image

દયાપર સીમની વાડીઓમાંથી બોર વાયરની ચોરી કરનારા બે ચોરે અમિયાની બે વાડીમાંય હાથ માર્યાની ફરિયાદ નોંધાઇ હતી. નરા પોલીસ મથકે દયાપરના વસંતભાઇ પટેલે નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની અમિયામાં આવેલી વાડીની બાજુમાં શૈલેશભાઇ પટેલનીય વાડી આવેલી છે. ગત તા. 4/9ના સવારે શૈલેશભાઇનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તેમના ભત્રીજા નરેન્દ્રભાઇએ રાતના અરસામાં બારેક વાગ્યે આપણી વાડીએ બે શખ્સોને જતા જોયા હતા અને વાડીએ આવતાં બોરના કોપર વાયરની ચોરી થયાનું ધ્યાને આવતાં તમારી વાડીમાં જોતાં ત્યાંથી પણ બોરની વાયરની તસ્કરી થયાનું સામે આવ્યું હતું. ફરિયાદી અને અન્યો પોતાની રીતે તપાસ કરતા હતા તે દરમ્યાન દયાપર પોલીસે વાયરચોરોને ઝડપ્યાની વિગતો મળતાં આરોપીઓના ફોટા નરેન્દ્રભાઇને બતાવતાં તેમણે એ બંને આરોપીને ઓળખી બતાવતાં આરોપી સલીમ સાલે નોતિયાર (રહે. ઝારા) અને સિકન્દર મુસા નોતિયાર (સુભાષપર) વિરુદ્ધ બે વાડીમાંથી રૂા. 20,000ના બોર વાયરની ચોરી કર્યાની ફરિયાદી નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દયાપર પોલીસે વાયરની ચોરીનો માલ ખરીદનારા અને ચોરી કરનારા બે શખ્સોને ઝડપી દયાપર વિસ્તારની વાડીમાં થતી વાયરચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.