ખીરસરા-વિંઝાણના બહુચર્ચિત હત્યા કેસમાં 17 આરોપીઓ નિર્દોષ

copy image

copy image

દશેક વર્ષ પૂર્વે 2014માં અબડાસા તાલુકાના ખીરસરા-વિંઝાણમાં થયેલા બહુચર્ચિત હત્યાના પ્રકરણમાં 17 આરોપી નિર્દોષ ઠર્યાનો ચુકાદો આવ્યો હતો. આ કેસની તા. 15/6/14ના કોઠારા પોલીસમાં ફરિયાદમાં નોંધાયેલ ટૂંક વિગતો મુજબ ખીરસરા-વિંઝાણના અંત્યજવાસની પાછળના ભાગે ગામના મુસ્લિમોની કબ્રસ્તાનની દીવાલને લઇને જે તે સમયે ભારે વિવાદ અને આરોહ-અવરોહ વચ્ચે તા. 14/6/14ના ઝઘડો થયો હતો અને ભોગબાનનાર  બાઇકથી હાજાપર જતા હતા ત્યારે આરોપીઓએ બાઇક રસ્તામાં આંતરી ભેગા મળી લાકડી, કોશ, ધારિયાથી જીવલેણ હુમલો કરી નાસી ગયા હતા. ઘાયલને સારવાર નસીબ થાય તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. આ હત્યા અંગે 17 આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયા બાદ ધરપકડ કરાઇ હતી અને કેસ સ્પે. એટ્રોસીટી કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે 33 મૌખિક તેમજ 50 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ બંને પક્ષકારની દલીલો બાદ કોર્ટે 17 આરોપીને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો હતો. આરોપી તરફે વકીલ એમ. એ. ખોજા, એસ. જી. માંજોઠી, કે. આઇ. સમા, આઇ. એ. કુંભાર, વી. કે. સાંધ, ડી. સી. ઠક્કર હાજર રહ્યા હતા.