મુંદરામાં આવેલી ખાનગી કંપનીમાં જનરલ મેનેજર દ્વારા 83.60 લાખની ઉચાપત
મુંદરાની ખાનગી કંપનીમાં પાંચ વર્ષ દરમ્યાન જનરલ મેનેજરે રૂા. 83,59,720ની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે મુંદરા પોલીસ મથકે મુંદરાના સીએફએસએલમાં આવેલી એમ્પેઝર કંપનીના અમિત દેવેન્દ્ર ભટ્ટનાગરે નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી આકાશ જિતેન્દ્ર દેસાઇ કંપનીના જનરલ મેનેજર તરીકે જોડાઇ કંપનીનો વિશ્વાસ કેળવીને તા. 1/8/19થી તા. 20/2/24 દરમ્યાન રૂા. 62,54,000ના બિલો એકાઉન્ટ વિભાગમાંથી પાસ કરાવી તેમજ વિવિધ રીતે ગેરરીતિઓ આચરી ફરિયાદીની કંપનીમાંથી કુલ રૂા. 83,59,720ની ઉચાપત કરી હતી. મુંદરા પોલીસે આ ઉચાપત અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.