મેઘપર બોરીચીમાં શાળામાં શિક્ષિકાની છેડતી અંગે પોલીસ ફરિયાદ
copy image

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી એક શાળાના શિક્ષિકા સાથે માથાકુટ કરી છેડતી કરાતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મેઘપર બોરીચીમાં આવેલી એક પ્રાથમિક શાળામાં સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. એક શિક્ષિકા સાંજના અરસામાં ઓનલાઈન કામ માટે શાળામાં હાજર હતા ત્યારે દેવુભા ગઢવી, પ્રકાશ ગઢવી, જયદીપ ગઢવી તથા અજાણ્યો શખ્સ એમ ચાર લોકો ત્યાં આવ્યા હતા અને છોકરાના દાખલા આપવાનું અને પ્રિન્સિપાલને ફોન કરવાનું કહી ઉશ્કેરાઈ ગયા હતા અને શિક્ષિકાનો હાથ પકડી, દુપટ્ટો ખેંચી છેડતી કરી ઝપાઝપી કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.