ગાંધીધામમાં કોર્ટના બાર રૂમમાં વકીલ પર અન્ય વકીલનો હુમલો
copy image

કોર્ટના બાર રૂમમાં કેસ લડવા મુદ્દે મનદુ:ખ રાખી એક વકીલએ બીજા વકીલને કમરના પટ્ટા વડે માર માર્યો હતો. ગાંધીધામના સુભાષનગરમાં રહેતા અને 10 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરનારા અલ્પેશ દયારામ આર્યએ આ બનાવ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી બપોરના કોર્ટમાં આવેલા વકીલો માટેના બાર રૂમમાં ઊભા હતા, ત્યારે ભીમસિંઘ રણમલ (બી.આર. ગઢવી)એ આવીને તું વાત કરવાને લાયક નથી, તેમ કહી બંને વચ્ચે બોલાચાલી થતાં બી.આર. ગઢવીએ ફરિયાદીને થપ્પડ મારી બાદમાં કમરમાં બાંધેલો પટ્ટો કાઢી ફરિયાદીને માર માર્યો હતો. અન્ય ધારાશાત્રીઓએ વચ્ચે પડી બંનેને જુદા પાડયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ પોતાના અસીલો સામેના કેસમાં હટી જવા ફરિયાદીને કહ્યું હતું, પરંતુ ફરિયાદી ન હટતાં તેનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હતો.