રેલડી-કુકમા વચ્ચે ટ્રેઇલરની પાછળ ક્રેટા કાર ઘૂસતાં એક મોતનું મોત નીપજયું

copy image

copy image

રેલડી અને કુકમા વચ્ચે ઊભેલાં ટ્રેઇલરમાં ક્રેટા કાર ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં અંજારના જયપ્રકાશ નારાયણ ગુપ્તાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે  કારમાં સવાર ઘાયલ દંપતીને  સારવાર માટે  ખસેડાયું  હતું . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભુજથી અંજાર તરફ જતાં ટ્રેઇલરના પાટા ખરાબ થઇ જતાં તે રેલડી-કુકમા વચ્ચે લક્ષ્મી વિહારધામ પાસે ઊભું હતું. દરમ્યાન રાતના 8.15 વાગ્યાના અરસામાં ભુજથી અંજાર જતી આ ઊભેલાં ટ્રેઇલરમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસના કન્ટ્રોલરૂમ પર આ અકસ્માતની વિગતો આવતાં પદ્ધર પોલીસને જાણ કરાઇ હતી.  આથી પી.આઇ. એસ.એમ. રાણા ટીમ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા. આ અકસ્માતમાં જયપ્રકાશ ગુપ્તા (રહે. અંજાર)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું  મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર શૈલેશ આશર અને તેનાં પત્ની ચારુબેન આશર પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓ બંને અંજાર-ગાંધીધામ તરફ સારવાર અર્થે ખસેડાયાની ઘટના સ્થળેથી પદ્ધર પોલીસને વિગતો મળી હતી. મૃતકના પોસ્ટમોર્ટમ સહિત તજવીજ ચાલુ હોવાનું પદ્ધર પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. ક્રેટામાં  સવાર એક જ પરિવારના અને મૃતક ઘાયલના જમાઇ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.