ભુજમાં પત્તા ટીંચતી આઠ મહિલા અને આદિપુરમાં પાસા ફેંકતા પાંચ ખેલી ઝડપાયા

copy image

copy image

ભુજના ભીડનાકા બહાર તીનપત્તીનો જુગાર રમતી આઠ મહિલા અને આદિપુરમાં  સવારના અરસામાં ધાણીપાસાનો જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. ભુજના ભીડનાકા બહાર દાદુપીર રોડ પર વાલ્મીકિ વાસમાં મંજુલાબેન વિશ્રામભાઈ વાલ્મીકિના મકાનના આંગણાંમાં સાંજના અરસામાં  ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા મંજુલાબેન ઉપરાંત રંજન ઉર્ફે મુનીબેન પ્રકાશભાઈ વાણિયા (વાલ્મીકિ), ભારતીબેન રમેશભાઈ વાઘેલા, આશાબેન હરેશભાઈ વાઘેલા, ગીતાબેન હીરજી પુરબિયા વાઘેલા, ગૌરીબેન પપ્પુ ઉર્ફે શામજીભાઈ પરમાર (રહે. તમામ ભુજ) તથા રંજનબેન પ્રવીણભાઈ વાણિયા (વાલ્મીકિ) (મુંદરા) અને સંગીતાબેન રાહુલભાઈ સોલંકી (ગાંધીધામ)ને રોકડા રૂા. 12,330 તથા ત્રણ મોબાઈલ કિં. રૂા. 10,500ના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે આદિપુરમાં મદનસિંહ સર્કલ નજીક ક્રિષ્ના હોસ્પિટલ સામે ઓટલા ઉપર સવારના અરસામાં  અમુક શખ્સો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક આવેલી પોલીસે અનિલ ગોવિંદ રાઠોડ, કિશન બાબુલાલ સોલંકી, શંભુ સવા મ્યાત્રા, દિનેશ વિશનચંદ આસવાની તથા કિશોર અરજણ ગઢવીને પકડી પાડયા હતા. જાહેરમાં ધાણીપાસા ફેંકતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 15,300 તથા ધાણીપાસા જપ્ત કર્યા હતા.