ભુજના નગરસેવકની ઓફિસ પર થયેલા હુમલાના બે ઇસમોના જામીન નામંજૂર
copy image

થોડા દિવસો અગાઉ ભુજના નગરસેવક ધર્મેશ ગોરની ઓફિસ પર થયેલા હુમલાના બે આરોપીના જામીન નામંજૂર થયા છે. તા. 30/8ના બનેલા આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પૈકી હરિભાઇ મેઘરાજભાઇ ગઢવી અને દિગ્વિજયસિંહ મેરુભા જાડેજાએ રેગ્યુલર જામીન અરજી કરતાં અધિક સેશન્સ અદાલતે બંનેની જામીન અરજી નામંજૂર કરી હતી. સરકાર પક્ષે દિનેશ જે. ઠક્કર તેમજ મૂળ ફરિયાદ પક્ષે ધારાશાત્રી આર.એસ. ગઢવી, વી. જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર, હિરેન પી. ગઢવી હાજર રહ્યા હતા.