કાનમેર હત્યા કેસમાં ભચાઉના પૂર્વ નગરપતિની ધરપકડ
copy image

રાપર તાલુકાના કાનમેર ગામની સીમમાં થયેલા ગોળીબાર પ્રકરણમાં લાંબા સમયથી ફરાર આરોપી સામેથી હાજર થતા પોલીસે અટક કરી હતી. દરમ્યાન કેસમાં ચાર આરોપીની જામીન અરજી ભચાઉ કોર્ટે નકારી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભચાઉ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલાએ તાજેતરમાં હાઈકોર્ટ ખાતે કરેલી આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. દરમ્યાન ભચાઉ ડી.વાય.એસ.પી. કચેરી ખાતે સામેથી હાજર થયા હતા. આ કેસના તપાસનીસ અધિકારી નાયબ પોલીસવડા સાગર સાંબડાએ આ બાબતને સમર્થન આપી ધરપકડની કાર્યવાહી કરાઈ હોવાનું અને રીમાંડ સહિતની માંગ સાથે કોર્ટમાં રજુ કરવાની તપસ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં હજુ ગાંધીધામના વેપારી દિલીપ અયાચી હજુ ફરાર છે. દરમ્યાન આ કેસમાં ઝડપાયેલા 18 આરોપી પૈકી ચાર આરોપીએ ભચાઉ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. આરોપીઓ સવા રત્ના રબારી, થાવર આંબા રબારી, ભરત રવા વાઘેલા રહે. ત્રણેય કાનમેર તથા વિરમ જખરા રબારી રહે. ચિત્રોડએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. ભચાઉ કોર્ટે સરકારી વકીલ ધર્મેન્દ્રાસિંહ જાડેજાની દલીલો સાંભળી આ શખ્સોની જામીન અરજી નામંજૂર કરી દેવાનો હુકમ કર્યો હતો. ચાર ઇસમોની જમીન અરજી કોર્ટે નકારી દીધી હતી.