ચેક પરતની અન્ય ફરિયાદમાં એ જ શખ્સ ફરી કસૂરવાર ઠર્યો

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં ભુજના આરોપીને ત્રણ માસની સજાનો હુકમ થયો હતો. આ જ આરોપીને થોડા દિવસ પૂર્વે આવા જ એક કેસમાં અન્ય એક ફરિયાદમાં ચેકની બમણી રકમ ચૂકવવા અથવા એક વર્ષની કેદની સજાનો હુકમ થયો હતો. આ કેસની ટૂંક વિગતો મુજબ આરોપી પ્રકાશ વેલજી રાઠોડ (રહે. ભુજ)એ પોતાના મિત્ર એટલે કે ફરિયાદી દેવતવાલ સતીષભાઇ દેવદાસ પાસેથી મિત્રતાના નાતે રૂા. 2,20,000 લીધા હતા અને પરત આપવા ચેક લખી આપ્યો હતો. જે ચેક પરત ફરતાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં ભુજની જે.એમ.એફ.સી. કોર્ટે આરોપી દોષિત સાબિત થતો હોઇ ફરિયાદીને તેણીની લેણી રકમ 30 દિવસમાં ચૂકવવા અને ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો. ફરિયાદ પક્ષે જયદીપ એમ. કનોજિયા હાજર રહ્યા હતા. નોંધનીય છે આ જ આરોપી વિરુદ્ધ ચેક પરતનો કેસ ફરિયાદી શરદચંદ્ર ભાનુશંકર દવેએ નોંધાવ્યો હતો. જેના ચુકાદામાં આરોપીને ચેકની બમણી રકમ ફરિયાદીને ચૂકવવા અથવા એક વર્ષની કેદની સજાનો હુકમ અદાલતે થોડા દિવસ પૂર્વે જ આપ્યો હતો.