રતનાલની મહિલા પાણીનાં ટાંકામાં લપસી જતાં મોત

copy image

copy image

copy image
copy image

અંજારના રતનાલમાં રહેતી એક મહિલા સૈયદપર વાડી વિસ્તારમાં પાણીનાં ટાંકાની સાફ-સફાઈની કામગીરી કરતી હતી તે વેળાએ એકાએક પગ લપસી જતાં તેને ઈજા થવાથી જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ અંજારના રતનાલમાં રહેતી ગોમતીબેન વિક્રમભાઈ વરચંદ નામની ૪૨ વર્ષની મહિલા બુધવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં  સૈયદપર વાડી વિસ્તારમાં વાડીમાં પાણીનાં ટાંકાની સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે એકાએક પગ લપસી જતાં ઈજા થવાથી જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું સારવાર હેઠળ  મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આગળની  તપાસ હાથ ધરી હતી.