ગણેશ વિસર્જન વખતે માંડવી પોર્ટમાં પાર્ક કરાયેલી ગાડી ઉપર પથ્થરમારો

ગણેશ વિસર્જન માટે માંડવીના વિન્ડફાર્મ બીચ પર તેમજ માંડવી પોર્ટ મધ્યે કચ્છના ગામેગામથી ભક્તો આવી પોતાની શ્રદ્ધાને સંતોષી રહ્યા છે ત્યારે માંડવી પોર્ટ કમ્પાઉન્ડ મધ્યે ભુજથી આવેલા ભકતો પોતાની ફોર વ્હીલર કાર વેન્યુ, ઇનોવા વગેરે પાર્ક કરી ત્યાં પોર્ટની દીવાલ પાછળથી પથ્થરો આવવાથી ગાડી ઉપર જાણે પથ્થરમારો થયો હોય તેવો માહોલ સર્જાયો હતો અને ગાડી માલિકોએ આ બનાવને ગંભીર ગણાવી પોલીસ તપાસ કરે અને આવું કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી હતી. આથી પોલીસે સ્થળ ઉપર આવી તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારીને તપાસ હાથ ધરી  હતી. બીજી તરફ આ બનાવને લઈને એસપી સાગર બાગમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે આ બનાવ ગંભીર જણાતા નથી, પરંતુ તપાસ કરવા આદેશ આપ્યા છે.