અંજારની વ્યાજખોર ત્રિપુટી સામે 92 હજારની ઠગાઈની ફરિયાદ

copy image

copy image

અંજારની બે બહેનો અને એક ભાઈ એમ વ્યાજખોર ટોળકી વિરુદ્ધ વધુ એક ઠગાઈ, વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આદિપુરના સાધુ વાસવાણી નગરમાં રહેતા ધનારામ હીરારામ સુથારએ અંજારના રીયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુથારીકામ કરતા ફરિયાદી પોતાની ફેસબુક ઉપર પોતાના ફર્નિચર કામના ફોટા મુકતા હતા ત્યારે પાંચેક વર્ષ અગાઉ રીયા ગોસ્વામી સાથે ફેસબુકના માધ્યમથી સંપર્ક થયો હતો. મહિલાએ અંજાર ખાતે દેવનગરમાં પોતાનું નવું મકાન બનતું હોવાથી ફર્નિચર બનાવવાની વાત કરી મોબાઈલ નંબરોની આપલે થઈ હતી. બાદમાં ફરિયાદી ત્યાં જઈ ફર્નિચરના કામના ભાવ કહ્યા હતા અને કામ ચાલુ કર્યું હતું જે પેટે મહિલાએ ફરિયાદીને ટુકડે-ટુકડે  રૂા. 1,50,000 આપી દીધા હતા. બાદમાં દિવાળી આવતી હોવાથી રૂપિયાની જરૂરીયાત થતાં ફરિયાદીએ કામના પૈસાની માગણી કરતા આ મહિલાએ પૈસા આપ્યા ન હતા. બાદમાં ફરિયાદી તા. 14/12/2021ના પોતાના ઘરે હતા ત્યારે રીયા, આરતી અને તેજસ ગાડી લઈને તેમના ઘરે જઈ ધાકધમકી કરી ગાડી ફેરવી દેવાની ધમકી આપી હતી. ફરિયાદી ફરીથી તેમના મકાને જઈ કામ ચાલુ કર્યું હતું. કામ પતી ગયા બાદ ફરિયાદીના રૂા. 92,805 અપાયા ન હોતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.