કોટડા ચેકપોસ્ટ પાસે બોલેરો હડફેટે ૮ વર્ષના માસૂમ બાળકનું મોત  

copy image

copy image

ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ધ્રોબાણાના ધુબારાવાંઢનું આઠ વર્ષીય બાળક રિઝવાન રાજપાર સમા માર્ગ પર પગે જઇ રહ્યું હતું, ત્યારે બોલેરોએ તેને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ઇદના દિવસે જ પરિવાર પર આભ તૂટી પડયું હતું,  પ્રાપ્ત માહિતી મુજબ સવારના  9.30 વાગ્યાના અરસામાં ધ્રોબાણા ધુબારાવાંઢ (ખાવડા)નો આઠ વર્ષીય માસૂમ રિઝવાન રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે બાલેરોએ તેને કચડી નાખતાં માથા તથા પગમાં ગંભીર ઇજાનાં પગલે ઘાયલ થયો હતો. પ્રથમ ખાવડા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો. આ અકસ્માત અંગે રિઝવાનના કાકા રસીદ જાકબ સમાએ વિગતો જાહેર કરી ખાવડા પોલીસ મથકે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. ઇદના દિવસે જ આ ગોઝારી ઘટનાથી પરિવાર અને સંબંધીઓ પર આભ તૂટી પડયું હતું.