ભુજમાં સામાન્ય બાબતે બે યુવાનો વડે છરીથી હુમલો કરાયો
copy image

ભુજમાં સામાન્ય બાબતને લઇને બે યુવાનો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેથી તે બંનેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભુજના કેમ્પ એરિયામાં રહેતા અસીમ ઇસ્માઇલ કુંભાર (ઉ.વ.૧૮) તેમજ મુજેબીન અબ્દુલગની કુંભાર (ઉ.વ.૧૮) તા.૧૫નાં ખારી નદીએથી બાઇક લઇને આવી રહ્યા હતા. આ દરમ્યાન અકસા નગરના ડી.પી.ચોકમાં રહેતા અજમલ ખલીફા સામે જોવા બાબતનું મનદુઃખ રાખીને બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં વી.ડી.હાઇસ્કૂલ પાસે અજમલ ખલીફા તેમજ આકીબ તથા અન્ય ઇસમોએ મળીને હોન્ડાની ચાવી, બેલ્ટ તેમજ છરીથી હુમલો કર્યો હતો. તેથી બંને યુવાનોને ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.