LCB એ વાહન ચોરીના ગુનામાં આરોપી ઝડપ્યો
copy image

ગાંધીધામની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પધ્ધરમાં થયેલી વાહન ચોરીના આરોપીઓને વીડી પાસેથી પકડીને મુદામાલ હસ્તગત કરીને જેલ હવાલે કર્યો હતો. પુર્વ કચ્છમાં થયેલી ચોરીના કિસ્સાઓના ભેદ ઉકેલવા માટે પ્રયાસરત ગુના શોધક શાખાને પધ્ધરમાં થયેલી મોટર સાઈકલ ચોરીનો આરોપી વીડીથી અંજાર તે ચોરાઉ વાહન વેંચવા માટે આવતો હોવાની બાતમી મળતા એલસીબીએ આરોપી સદામ હારુન ખલીફા (ઉ.વ.32) (રહે. રોટરીનગર, મુળ ભુજ) ને ચોરીમા ગયેલી 50 હજારની બાઈક સાથે ઝડપી પાડયો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ એમ.વી. જાડેજા, એલસીબી સ્ટાફ જોડાયા હતો.