અંજારમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

copy image

copy image

copy image
copy image

અંજારમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. અંજારમાં જેસલ તોરલ નજીક આવકાર ગેસ્ટહાઉસ, તુલસી સોડા શોપની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભિક્ષુક જેવો લાગતો આ યુવાન સવારના અરસામાં  બેભાન મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના પગમાં પાટો બાંધેલો છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.