ભુજમાં કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતાં છકડામાં સવાર યુવતી ઘાયલ
ભુજમાં કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતાં યુવતી ઘવાઇ હતી. તેથી તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીતાબેન ઈશ્વરભાઈ પરમાર (ઉ.વ.૨૪) (રહે.સરવા મંડપ,ભુજ) તા.૧૬નાં ૧ વાગ્યાના અરસામાં છકડામાં બેસીને માધાપરથી ભુજ તરફ આવતા હતા. આ દરમ્યાન કારે છકડાને ટક્કર મારતાં ગીતાબેનને ઈજાઓ થઈ હતી, તેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.