નાની ચીરઇમાં 15 શખ્સોએ દંપતી પર હુમલો કરી રૂા. 12,000ની લૂંટ કરી

humlo1233

copy image

copy image

ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગામમાં અગાઉ થયેલ ઝઘડાનું મનદુ:ખ રાખી 15 જેટલા શખ્સો એ દંપતીને માર મારી રૂા. 12,000ની લૂંટ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નાની ચીરઇમાં રહેનાર ગની હારુ કોરેજા નામના યુવાન તથા તેમના પત્ની ગામમાં આવેલ મોટા પીરની દરગાહે પગે લાગવા ગયા હતા. ત્યાંથી બહાર નીકળતા  હનીફ વીરા કોરેજાએ  અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી અભદ્ર શબ્દો કહ્યા હતા, જેની ના પાડતા આ શખ્સો  ઉશ્કેરાઇને મહિલાને માર માર્યો હતો. દરમ્યાન ફરિયાદી વચ્ચે પડતા અન્ય આરોપી અનવર વીરા કોરેજા, હાસમ વીરા કોરેજા, દાઉદ વીરા કોરેજા, મુસ્તાક જુસબ કોરેજા, ઇકબાલ જુસબ કોરેજા, સલીમ જુસબ કોરેજા, સમીર અનવર કોરેજા, આરીફ ઇબ્રાહીમ  પરીટ, રહીમ હનીફ કોરેજા, રફીક હનીફ કોરેજા, અસ્લમ હનીફ કોરેજા, અલ્તાફ હાસમ કોરેજા, ગુલામઅલી કોરેજા તથા ઇસ્માઇલ ઓસ્માણ નિગામણા ત્યાં આવી આ દંપતીને  માર માર્યો હતો. હનીફે છરી કાઢી ફરિયાદીના ગળા પર રાખી રહીમે તેમના ખિસ્સામાંથી રૂા. 12,000ની લૂંટ ચલાવી હતી. રાડા રાડના પગલે અન્ય લોકો આવી જતાં આરોપીઓ ચાલ્યા ગયા હતા. બાદમાં રાત્રે સમાધાન અંગે બેઠક કરાતા જેમાં ફરિયાદી અને પરિવારજનો જતાં આરોપીઓએ ફરીથી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.