દહીંસરા પાસે બળદ સાથે બાઈક અથડાતાં બિદડાના યુવાનનું મોત

copy image

copy image

copy image
copy image

દહીંસરાથી બિદડા પાસે માર્ગ વચ્ચે બળદ આડે આવતાં બાઈક સ્લીપ થતાં પાછળ બેઠેલા બિદડાના યુવાન નરેશ અશોકભાઈ મારવાડાનું ગંભીર ઈજાના લીધે મૃત્યુ નીપજયું  હતું, જ્યારે ચાલક મિત્ર ઈમરાન લતીફ મથડા ઘાયલ થતાં તે સારવાર હેઠળ. બિદડાના મફતનગરમાં રહેતા ઈમરાન લતીફ મથડા અને તેની પાછળ બેસેલા મિત્ર નરેશ મારવાડા સાંજના અરસામાં  ભુજથી પરત તેમનાં ગામ બિદડા બાઈકથી જઈ રહ્યા હતા, ત્યારે દહીંસરાથી બિદડા વચ્ચે દરશડી પાસે તેમની બાઈકને આડે બળદ આવી જતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતનાં પગલે ઘાયલ ઈમરાન અને નરેશને 108 મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં નરેશને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઈમરાનને સારવાર હેઠળ  દાખલ કરાયાની વિગતો જી.કે. જનરલ હોસ્પિટલનસ પોલીસ ચોકીમાં ઈમરાને જાહેર કરી હતી..