ઘરફોડ ચોરીના  ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી રાપર પોલીસ

રાપરમાં પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ નાઓની સુચના મુજબ પુર્વ કચ્છ જીલ્લામાં ચોરીના પેન્ડીંગ અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નિકાલ લાવવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન નીચે મુજબનો અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી સદરહુ ગુનાઓમાં આ કામના આરોપીને ઝડપી પાડી ચોરી કરેલ રોકડ રૂપિયા-૧૨,૦૦૦/- રીકવર કરી ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ગુનો ડીટેક્ટ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીનું નામ- અમરશી મનજીભાઈ ડુંગરાણી (કોલી) ઉ.વ.૨૪ રહે-મુળ- નારણપર-સુવઈ હાલે રહે-રામવાવ તા.રાપર જી.કચ્છ ડીટેક્ટ કરેલ ગુનાઓની વિગતઃ- રાપર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૪૦૩૧૦/૨૪ બી.એન.એસ. કલમ-૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ  કબ્જે કરેલ મુદામાલ:-રોકડ રૂપિયા- ૧૨,૦૦૦/- ,કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- પોલીસ ઈન્સપેક્ટરશ્રી જે.બી.બુબડીયા, તથા પો.સબ ઈન્સ. શ્રી પી.એલ. ફણેજા તથા રાપર પોલીસ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.