ગાંધીધામમાં ક્રિકેટનો સટ્ટો રમતા ઈસમની ધરપકડ

copy image

copy image

ગાંધીધામનાં ઓમ સિનેમા નજીક જાહેરમાં મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી  પાડયો હતો. ગાંધીધામના ભારતનગર વોર્ડ 9-બી ભાનુ મોબાઇલની બાજુમાં રહેનાર રૂત્વિક દિનેશ ઠક્કર નામના શખ્સને પોલીસે રાતના અરસામાં પકડી પાડયો હતો. આ શખ્સ ઓમ સિનેમા પાસે બેસી મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો. તેના મોબાઇલમાં ડોલર 365 ડોટકોમ તથા રાધે એક્સ ડોટ ક્લબ નામની વેબસાઇટમાં તેણે વંશ 222 અને રવિ 7778 નામની આઇ.ડી. મેળવી હતી જેમાં એકમાં રૂા. ત્રણ લાખ તથા બીજામાં રૂા. 80,000 બતાવતા હતા. આ શખ્સ બોલેન્ડ ટી-10 લીગ 2024ની નોર્ધન રાઇડર તથા વેસ્ટકોસ્ટ બ્લૂસની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી પોલીસે મોબાઇલ હસ્તગત  કર્યો હતો. તેણે આ આઇ.ડી. કોની પાસેથી મેળવી હતી તે કાંઇ બહાર આવ્યું નહોતું.