ભચાઉમાં ઘરમાંથી ચાર મોબાઇલ તથા બાઇકની ચોરી

copy image

copy image

ભચાઉમાં મામલતદાર કચેરી નજીક સર્વોદય સોસાયટીમાં એક ઘરમાં ઘૂસી તસ્કરોએ ચાર મોબાઇલ તથા એક બાઇક એમ કુલ રૂા. 56,000ની મતાની ચોરી કરી હતી. ભચાઉની સર્વોદય સોસાયટીમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા વિનોદ વિશા ભટ્ટીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 4/9ના રાતના  ફરિયાદી કામેથી આવી પોતાનું બાઇક ઘરના આંગણામાં રાખ્યું હતું અને જમી પરવારીને સૂઇ ગયા હતા. દરમ્યાન, મોડીરાત્રે તેમના ભાઇ ભરતે જાગીને મોબાઇલ ગુમ હોવાની વાત કરી હતી. તેમના ઘરમાં ઘૂસેલા તસ્કરોએ ચાર્જિંગમાં મૂકેલા ચાર મોબાઇલ તથા આંગણામાં લોક કરીને રાખેલ બાઇક એમ કુલ રૂા. 56,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. 13 દિવસ અગાઉ બનેલ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ ચડતાં આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.