સઈ ગામમાં ઝઘડો ન કરવા કહેવા જતાં વૃદ્ધ પર ધોકા વડે હુમલો

copy image

copy image

રાપર તાલુકાના સઈ ગામમાં ઝઘડો ન કરવા સમજાવવા જતાં એક શખ્સે વૃદ્ધ ઉપર ધોકા વડે હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. સઈ ગામમાં રહી કરિયાણાની દુકાન ચલાવતા ફરિયાદી અમરતલાલ ચૂનીલાલ મહેતા (જૈન) ગત તા. 14/9નાં પોતાના ઘરે હતા ત્યારે તેમના માસીના દીકરા પારસ ખોડીલાલ સંઘવી તથા તેમના પત્ની સોનલબેન ત્યાં આવ્યા હતા અને આરોપી વિપુલ દલીચંદ ઝવેરી અમારી સાથે વારંવાર ઝઘડો કરી ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે તેવું કહેતાં આ ત્રણેય આરોપી એવા વિપુલના ઘરે સમજાવવા ગયા હતા જ્યાં ઉશ્કેરાયેલા આ આરોપીએ ધોકો ઉપાડી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો, જેમાં તેમને હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.