ઉછીનાં નાણાં પરત ન આપનારાને કેદ અને દંડની સજા

copy image

copy image

ઉછીનાં નાણાં પરત ન આપવાના કેસમાં આરોપી રાજેશભાઈ દિનેશભાઈ ચૌહાણને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે રૂા. 15 લાખ ચૂકવવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આરોપીને નાણાંની જરૂરિયાત હોતાં ફરિયાદી કીર્તિભાઈ દેવજીભાઈ વરસાણી પાસેથી રૂા. આઠ લાખ ઉછીના લીધા હતા, જે પરત ન મળતાં અંતે મામલો અદાલતમાં પહોંચ્યો હતો. કોર્ટે બંને પક્ષને સાંભળી આરોપી રાજેશભાઈને કસૂરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે આપવા અને જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી રાજેશ માણેકભાઈ ગઢવી, વી. કે. ડાભી અને જે. એમ. ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.