અંજારની ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો,ફરતો મોરબીનો શખ્સ ઝડપાયો
copy image

અંજારની ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો, ફરતો ઈસમ અંજારના જી. આઈ.ડી.સી.માં આવ્યો હોવાની મળેલી બાતમી પરથી પૂર્વ કચ્છ એલસીબીએ વોચ ગોઠવીને મોરબીના પંચાસર ચોકડીવાળા ઈસમને દબોચી લઈ આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ત્રણ વર્ષ પહેલાં થયેલી ચોરીના ગુનાને અંજામ આપી નાસતા, ફરતા અંજારના જીઆઈડીસી નવાનગરમાં રહેતા અને હાલ મોરબીના પંચાસર ચોકડીવાળો અનિલ ચંદુભાઈ દેવીપુજક અંજારમાં આવ્યો હોવાની બાતમી પૂર્વ કચ્છ એલસીબીને મળતાં પી.આઈ. એન.એન. ચુડાસમાએ ટીમ સાથે તાત્કાલિક વર્કઆઉટ કરી બાતમીવાળા જી.આઈ.ડી.સી. વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી.પોલીસે અનિલ ચંદુભાઈ દેવીપુજકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.