દહીંસરા પાસે આખલાની હડફેટે યુવાને જીવ ગુમાવ્યો
copy image

દહીંસરા-માંડવી માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં નરેશ અશોકભાઈ મારવાડા (ઉ.વ. 18)નું મોત થયું હતું, માર્ગ અકસ્માતની ઘટનામાં હતભાગી નરેશ તેના મિત્ર ઈમરાન લતીફ મથડાની એક્ટિવા પર બેસીને બિદડા જતો હતો ત્યારે માર્ગમાં આખલો આવી જતાં તેમાં ભટકાયા હતા. બંનેને 108 મારફતે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા નરેશનું મોત નીપજયું હતું. માનકૂવા પોલીસે મિત્ર સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.