અંજારમાં આંકડાનો જુગારી ઝડપાયો

copy image

copy image

અંજારના ગંગાનાકે વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહેલા જુગારીને પકડી ગુનો નોંધ્યો હતો. પોલીસની ટીમ ગંગાનાકા પાસે હતી ત્યારે મળેલી બાતમીના આધારે ગંગાનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે પોતાના અંગત ફાયદા માટે વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી અને રમાડી રહેલા મેઘપર બોરીચી રહેતા મોહમ્મદ હુસેન શેરમામદ સૈયદતને રૂ.740 રોકડ રકમ સાથે પકડી તેના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.