ગાંધીધામ પાસે 1.69 લાખના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

copy image

copy image

ગાંધીધામમાં આવેલા ચુંગી નાકા નજીક એક કારમાંથી પોલીસે રૂા. 1,69,170ના દારૂ સાથે બે ઇસમો ને  પકડી પાડયા હતા પરંતુ દારૂ ક્યાં જવાનો હતો કે ક્યાંથી આવ્યો હતો તે બહાર આવ્યું નહોતું. ગાંધીધામના ચુંગી નાકા બાજુથી એક કાર એરપોર્ટ રોડ બાજુ દારૂ લઇને જવાની છે તેવી પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી તેવામાં ક્રેટા કાર આવતાં પોલીસે આડશ મૂકી આ વાહનને રોકાવ્યું હતું. કારની પાછળ બાજુ તપાસ કરાતાં દારૂની પેટીઓ  નીકળી પડી હતી. દરમ્યાન, થરાદના નરસંગ ઉર્ફે નરેશ પૂંજા રબારી તથા ધાનેરાના જગદીશ કાળાજી રબારીની પોલીસે અટક કરી હતી. આ કારમાંથી 750 એમ.એલ.ની ગ્રીન લેબલની 175, મેજિક મોમેન્ટસની 120, 8 પી.એમ.ની 96, રોયલ ચેલેન્જરની 76 બોટલ તથા કિંગફિશર બિયરના 96 ટીન એમ કુલ રૂા. 1,69,170નો અંગ્રેજી દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન લખેલો આ દારૂ ક્યાંથી  કોણે મોકલાવ્યો હતો અને અહીં કોને આપવાનો હતો સહિતની વિગતો બહાર આવી નહોતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.