નાગિયારીના મેળામાં ચાર ઇસમો પર 11 શખ્સોનો હુમલો

copy image

copy image

ભુજ તાલુકાના નાગિયારીના મેળામાં ભુજના ત્રણ અને એક નાગિયારીના ઈસમ  ઉપર ગામના 11 શખ્સોએ  તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવાઇ હતી.આ અંગે માનકૂવા પોલીસ મથકે મૂળ નુંધાતડ (તા. અબડાસા) હાલે ભુજ રહેતા જાવેદ જુણસ પઢિયારે નોંધાવેલ ફરિયાદ મુજબ મેળામાં ફરવા બાબતે નાગિયારીના શખ્સો સાથે બોલાચાલી થયા બાદ ગામ આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું. આ બાદ આરોપીઓએ અમારા ગામના મેળામાં અમે કહેશું તેમ કરવું પડશે તેવું કહી આરોપીઓ સલીમ બાવલા સાડ, ઇરફાન ઇસા, ધાવધ આમદ, જાકબ સુમાર, ઇદ્રીમાન સુમાર, ઇબ્રાહીમ કાસમ, કાસમ ગની, હારૂ અધાભા, શરીફ નૂરમામદ, સુલતાન નૂરમામદ તથા મુસા સાધક આલમ (રહે. તમામ નાગિયારી)એ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ તેના ભાઇ સુલતાન અને આસિફ મામદ હુસેન મયાત્રા તથા ફરિયાદીના માસા લતીફ બાફણ (નાગિયારી)ને માર માર્યો હતો. મારથી બચવા ભાગવા જતાં પથ્થરમારો, લોખંડના પાઇપ, છરીઓથી હુમલો કરી ટાંકા, અસ્થિભંગ જેવી ઇજાઓ પહોંચાડી ઘાયલ કર્યા હતા. પોલીસે મહાવ્યથા, હથિયારબંધી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીની આગળની તપાસ હાથ ધરી હતી.