કિડાણામાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
copy image

ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે પિંકસિટી સોસાયટીમાં રહેનાર યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. . કિડાણામાં પિંકસિટી મકાન નંબર 145માં રહેનાર સુરેશ સરાડી (ઉ.વ. 36) નામનો યુવાન પોતાના ઘરે એકલો હતો, દરમ્યાન અગમ્ય કારણોસર તેણે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે માટે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.