ગાંધીધામમાં દેશી બંદૂક કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ

copy image

copy image

ગાંધીધામના ઓસ સિનેમા નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે એક ઈસમને પોલીસે પકડી પાડી દેશી બંદૂક તથા ચાર જીવંત કાર્ટિસ હસ્તગત  કર્યા હતા. અંતરજાળ સુદામાપુરી વિસ્તારમાં રહેનાર ઈસમ  આદિપુરથી ગાંધીધામ બાજુ આવી રહ્યો છે, જેની પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે નાયરા પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન બાઈક આવતાં તેને  રોકાવી બાઈકચાલક પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી અગ્નિશત્ર મળતાં મનોજ જગનનાથ જાટવની અટક  કરવામાં આવી હતી. આ ઈસમ પાસેથી રૂા. 2000ની દેશી બંદૂક તથા રૂા. 400ના ચાર જીવંત કાર્ટિસ જપ્ત  કરાયા હતા. પાંચ-છ દિવસ પહેલાં તેણે અંતરજાળમાં આશાપુરા હોટેલ નજીક પોતાના મિત્ર પાસેથી હથિયાર લીધું હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી.