રતનાલમાં 3 જુગારી 61 હજાર રોકડ સાથે ઝડપાયા: 5 નાસી છૂટયા

copy image

copy image

રતનાલ ગામમાં રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીમાં લાઈટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો.  આ કાર્યવાહી દરમ્યાન વાઘજી ભૂરા ગોવિંદ છાંગા (આહીર) (રહે. રતનાલ), રમેશ ઉર્ફે ત્રિકમ શામજી લખણા વારોતરા (આહીર) (રહે. માધાપર), દિલીપ ભચુ બિજલ જાટિયા (આહીર) (રહે. નાગોર)ની અટક  કરવામાં આવી હતી, જ્યારે કાના રવા છાંગા (રહે. વથાણચોક, રતનાલ), નંદલાલ ભીમજી માતા (રહે. રાધા-ક્રિષ્ન નગર નવાગામ-રતનાલ), ભીમજી વાસણ છાંગા (રહે. એચ.પી. પંપની સામે રતનાલ), રમેશ આહીર (રહે. ભાદરકા સોસાયટી, માધાપર), મહેશ પટેલ (રહે. માધાપર) નામના ઇસમો  નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા ઇસમો  પાસેથી રોકડ રૂા. 61,000, બે મોબાઈલ, એલ.ઈ.ડી. લાઈટ તથા ગંજીપાના એમ કુલ રૂા. 71,600નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો.