અપહરણ-બળાત્કાર કેસમાં આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન અપાયા
copy image

સગીર વયની કન્યાના અપહરણ સાથે તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં જિલ્લા અદાલત દ્વારા 20 વર્ષની કેદ અને રૂા. પાંચ લાખના દંડની સજા પામનારા આરોપી મુકેશ ભીમજી આહીરને રાજ્યની વડી અદાલત દ્વારા જામીન અપાયા હતા. હાઇકોર્ટ દ્વારા જિલ્લા કોર્ટના ચુકાદા ઉપર રોક લગાવીને આ હૂકુમ કરાયો હતો. પોક્સો ધારા સાથેનો અપહરણ-બળાત્કાર કેસ નખત્રાણા પોલીસ મથકમાં દાખલ થયો હતો, જેમાં ભુજ સ્થિત ખાસ જિલ્લા અદાલતે આરોપી મુકેશ આહીરને તકસીરવાન ઠેરવીને તેને 20 વર્ષની કેદ અને રૂા. પાંચ લાખના દંડની સજા કરાઇ હતી. આ હુકમ સામે હાઇકોર્ટ સમક્ષ અપીલ કરાઇ હતી, જેમાં સુનાવણીના અંતે 18 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિના પ્રેમસંબંધના મુદ્દાને કેન્દ્રમાં રાખીને જિલ્લા કોર્ટના આદેશ ઉપર રોક લગાવવા સાથે આરોપીને જામીન આપ્યા હતા. આ કેસમાં હાઇકોર્ટ સમક્ષ આરોપી વતી મૂળ ભુજના ઐશ્વર્યા હેમસિંહ ચૌધરી અને ધ્રુવ હેમાસિંહ ચૌધરી રહ્યા હતા.