ભુજમાં સેન્ટ્રીંગ કામ દરમ્યાન યુવાનનું ઉપરથી પટકાતાં મોત
copy image

ભુજની મહેરૂનસિટી-બેમાં સેન્ટ્રીંગ કામ દરમ્યાન ભુજના યુવાન ઉપરથી નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થતાં તેનું મોત નીપજ્યું હતું. ભુજના મહિલા આશ્રમથી નાગોર રોડ તરફ જતા માર્ગે મહેરૂનસિટી-બેમાં બપોરના અરસામાં ચાલી રહેલા સાન્ટ્રિંગ કામ દરમ્યાન ભુજના સંજોગનગરમાં રહેતા અને મજૂરી કરતા એવા 38 વર્ષીય યુવાન રફિકભાઈ કાસમભાઈ જત ઉપરથી નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી રફિકભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમ્યાન તેમણે દમ તોડી દીધો હતો. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.