ત્રણ માસ પૂર્વે પકડાયેલા પાકિસ્તાની ઘૂસણખોર સામે ગુનો દાખલ

copy image

copy image

ત્રણેક માસ પૂર્વે વિઘાકોટ પાસેથી પકડાયેલા  પાકિસ્તાની ઘૂસણખોર વિરુદ્ધ વિધિવત ગુનો દાખલ થયો હતો. ગત તા. 29/6/24ના સવારે વિઘાકોટ પાસેની બલવીર સીમાચોકી પિલર નં. 1125 પાસે સામેપારથી ગેરકાયદેસર રીતે સીમા ઓળંગી આવી ચડેલા 38 વર્ષીય અફઝલ મહમ્મદ મહમ્મદ સરવલ સિરાયતી (રહે. કોટગુમાન, તહેસીલ પશરુલ સિયાલકોટ-પંજાબ (પાકિસ્તાન)ની બીએસએફે પ્રાથમિક પૂછતાછ કરતાં તે માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેની પાસેથી કંઇ સંદિગ્ધ મળ્યું નહોતું. આ બનાવ અંગે નરા પોલીસ મથકે બીએસએફના ઇન્સ્પેક્ટરે અફઝલ વિરુદ્ધ ફોરેન્સ એક્ટ હેઠળ  ગુનો દાખલ કરાવ્યો હતો.