ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી નાસિકથી ઝડપાયો

copy image

આરોપી મહેન્દ્ર જીવનભાઈ મણકા (ઉ.વ.૪૪) સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તે એક વર્ષથી ફરાર હતા. તેને પૂર્વ કચ્છ લોકલ કાઈમ બાન્ય દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સુચનાથી ફરાર આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમ્યાન સામખિયાળી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મુળ રહે ભરૂડિયાઅને હાલે ગજાનંદ બંગલો નં.ર, નિસર્ગ મસુલ, નાસિક, મહારાષ્ટ્રમાં રહેતો મહેન્દ્ર જીવણભાઈ મણકાને નાસિકથી પકડી પાડવામાં આવ્યો હતો.