“નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ્યુમીનીયમના વાયર ચોરીના બે(૨) વણશોધાયેલ ગુનોઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ હાલમાં મિલ્કત સબંધી વણશોધાયેલ ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ મિલ્કત સબંધી ચોરીઓના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, સુરજભાઈ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિહ ગઢવી તથા રણજીતસિંહ જાડેજાનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, નીરોણા તરફથી એક સફેદ કલરનો મીની ટેમ્પો રજી. નંબર જીજે.૧૨.સી.ટી.૨૦૪૨ વાળો આવી રહેલ છે. જે ટેમ્પાનો ઉપયોગ અવાર-નવાર એલ્યુમીનીયમના કેબલ વાયરોની ચોરીમાં થાય છે. અને હાલે આ ટેમ્પો સંકાસ્પદ હાલતમાં જણાઈ આવે છે જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા પાંચ ઇસમો મળી આવતા મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા સમીર અબ્દુલ મમણ વાળાએ કબુલાત આપેલ કે, અમો અવાર-નવાર નીરોણા થી પાલનપુર (બાડી) ગામની સીમમાં બંધ હાલતમાં લાગેલ મોટા વીજ લાઈનના થાંભલા ઉપર લગાવેલ એલ્યુમીનીયમના કેબલ વાયરોની કાપી તેની ચોરી કરેલ છે. તેમજ આ ચોરી કર્યા બાદ ચોરી કરેલ એલ્યુમીનીયમના કેબલ વાયરો ભંગારના વાડા વાળા જેમાં નં.(૧) ઈમરાન ઉર્ફે ટાવર કુંભાર રહે. ભુજ વાળા તથા નં.(૨) દાઉદ ઉર્ફે દાવડો અબ્દુલ કુંભાર રહે. ભુજ વાળાને કુલ – ૦૯ વખત વેચેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર પાંચેય ઇસમોને બી.એન.એમ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નિરોણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- મળી આવેલ મુદામાલ
- વાયરો કાપવાની કટર કી.રૂા. ૧૦૦0/-
► ચોરીમાં ઉપયોગ કરેલ વાહન રજી.નંબર જીજે.૧૨.સી.ટી.૨૦૪૨ કી.રૂા. ૩,૦૦,૦00/-
- પકડાયેલ આરોપી
- રજાક સીદીક મેર ઉ.વ.રર રહે. મદરેસાની બાજુમાં, નાના-વરનોરા તા. ભુજ-કચ્છ
- સમીર અબ્દુલ મમણ રહે. નાના-વરનોરા રહે. મસ્જીદની બાજુમાં નાના- વરનોરા તા.ભુજ-કચ્છ
- ઇકબાલ સીદીક મોખા ઉ.વ. ૨૪ રહે. નાના- મદરેસાની બાજુમાં, નાના વરનોરા, તા.ભુજ
►માહજ ઉર્ફે મજીદ જુસબ ગગડા ઉ.વ. રર રહે, નાના-મદરેસાની બાજુમાં, નાના-વરનોસ તા.ભુજ
- રીયાઝ અબ્બાસ મમણ ઉ.વ. ૨૦ રહે. મેરવાસ, આંગણવાડીની બાજુમાં, નાના-વરનોરા તા.ભુજ
- પકડવાના બાકી આરોપી
- આસીફ કાસમ મોખા રહે. નાના-વરનોરા તા.ભુજ
- સાજીદ આધમ મોખા રહે. નાના-વરનોરા તા. ભુજ
- સુલેમાન સીદીક મેર રહે. નાના-વરનોરા તા. ભુજ
અસલમ સુમાર રહે. નાના-વરનોરા તા. ભુજ
- સલીમ સુમાર મેર રહે. નાના-વરનોરા તા. ભુજ
- આધમ જખરા મોખા રહે નાના-વરનોરા તા. ભુજ
- અભુ જુસબ ગગડા રહે. નાના-વરનોરા તા. ભુજ
►ધાઉં સુમાર મેર રહે નાના-વરનોરા તા. ભુજ
- ગની જખરા મોખા રહે. નાના- વરનોરા તા. ભુજ
- હમજા જુસબ ગગડા રહે. નાના- વરનોરા તા. ભુજ
► અલ્તાફ જાકુબ મોખા રહે. નાના- વરનોરા તા. ભુજ
અકબર મેર રહે, અંજાર
- અનવર લધા મોખા રહે. નાના- વરનોરા તા. ભુજ
- અનસ ગની મોખા રહે. નાના- વરનોરા તા. ભુજ
- અબ્બાસ મામદ મોખા રહે. નાના- વરનોરા તા. ભુજ
- અસલમ રાણા મોખા રહે. નાના- વરનોરા તા. ભુજ
- મામદ જુસબ ત્રાયા રહે. નાના-વરનોરા તા.ભુજ
- ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર રહે. ભુજ
- દાઉદ ઉર્ફે દાવડો અબ્દુલ કુંભાર રહે. ભુજ
- વણશોધાયેલ ગુના શોધી કાઢેલ
- નીરોણા પોલીસ સ્ટેશન એ. પાર્ટ ગુ.ર.નં. ૦૮૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ
- નીરોણા પોલીસ સ્ટેશન એ. પાર્ટ ગુર.નં. ૦૮૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૩૨૪(૪) મુજબ