ગેરકાયદેસર સી.પી.યુ. તેલના જથ્થા સાથે ત્રણ ઈસમોને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

copy image

હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વે કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી ગેરકાયદેસર પ્રવ્રુતીને અંકુશમાં લાવવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઈન્સપેક્ટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હડીકત આધારે જવાહરનગર સર્વિસ રોડ પાસેથી પસાર થઈ રહેલ આરોપીના કબ્જાના વાહન માથી ગેરડાયદેસર રીતે હેરફેર કરી લઈ જવાતા સી.પી.યુ તેલના ડેરબા નંગ-૦૪ સાથે ચાલકને તેમજ તેના કબ્જાના વાડા માથી ગેરકાયદેશર સી.પી.યુ તેલ ભરેલ બેરલ નંગ-૦૪ સાથે બે આરોપીઓને પકડી પાડી આ મળી આવેલ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ડાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓ ::

(૧) પ્રવિણભાઈ હરીભાઈ પંચાલ ઉ.વ.પર રહે-અપનાનગર ગાંધીધામ

(૨) આસીમખાન નુ-મહમદ અબ્બાસી ઉ.વ.૩૦ રહે-ડાર્ગો આઝાદનગર ગાંધીધામ

(3) ભીખસીંગ બહાદુરસીંગ સોઢા ઉ.વ.૩૦ રહે- ડાર્ગો આઝાદનગર ગાંધીધામ

:: કબ્જે કરેલ મુદામાલ ::

(૧) ફોર્ડ ફીગો કાર રજી નં. જીજે-૦૬-ઈયુ-૮૯૧૮ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-

(૨) ૩૫ લિટરના કેરબા નંગ-૦૪ મા રહેલ સી, પી.યુ.તેલ લિટર-૧૪૦ કિ.રૂ.૫૬૦૦/-

(3) ૨૦૦ લિટરના બેરલ નંગ-૦૪ મા રહેલ સી.પી.યુતેલ લિટર ૯૦૦ કિ.રૂ.39,000/-

ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.વી.મોજીયા તથા પો.સબ ઇન્સ., એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.