અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન વિસ્તારના કોસમડી ગામેથી ચોરાયેલ “એક્સેસ-૧૨૫” મોટરસાયકલ ચોરીનો ગુનો ગણતરીના કલાકમાં શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાનાઓએ ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમ બનાવી, વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર એલ.સી.બી.ભરૂચનાઓની ટીમ ગઇકાલે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે “ કોસમડી ગામે સફેદ કોલોની પાસેથી ચોરાયેલ બ્લ્યુ કલરની સુઝુકી એક્સેસ-૧૨૫ નંબર વગરની મોપેડ લઇ એક ઇસમ જી.આઇ.ડી.સી. માં પારસમણી ચોકડી પાસે ઉભો છે “ જે મુજબની આધારભુત અને ચોક્ક્સ બાતમીના આધારે, એલ.સી.બી.ટીમ દ્વારા સદર ઇસમને નંબર વગરની સુઝુકી એક્સેસ-૧૨૫ મોપેડ સાથે ઝડપી પાડી, તેની પાસે RTO ને લગતા દસ્તાવેજો અથવા મોપેડનો કબ્જો ધારણ કરવા બાબતેના આધાર-પુરાવો માંગતા તે રજુ કરી શકેલ નહીં અને સંતોષકારક જવાબ આપી શકેલ નહી. ઇ-ગુજકોપ શોફ્ટવેર મારફતે મોપેડની વધુ તપાસ કરી માલીકનો સંપર્ક કરતા, મોપેડ વહેલી સવારે કોસમડી ગામે સફેદ કોલોની પાસેથી ચોરી થયેલ હોવાની હકિકત જણાયેલ અને આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડેલ અને પકડાયેલ મોપેડ તેને ચોરી કરી, પોલીસમાં પકડાઇ ન જવાય તે હેતુથી નંબર પ્લેટ કાઢી નાંખી, પોતાના અંગત કામમાં મોપેડનો ઉપયોગ કરતો હતો અને પકડાયેલ હોવાની કબુલાત કરતા આરોપી પાસેથી મળી આવેલ ચોરીની મોપેડ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ગણી આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની સલંગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીએ અન્ય કોઇ વાહનચોરીને અંજામ આપેલ છે કે કેમ ? તેની સાથે ચોરીમાં અન્ય કોઇ આરોપીઓ સંકળાયેલ છે કે કેમ ? તે વિગેરે મુદ્દાસર વધુ તપાસ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશને ચલાવી રહેલ છે.