નેત્રાના વાડીવિસ્તારમાં આકાશમાંથી હોથિયો ઊતરતાં સુંદર નજારો જોવા મળ્યો

copy image

copy image

જાણવા મળી રહ્યું છે કે, મોટી વિરાણી ખાતે આવેલ નેત્રાના વાડીવિસ્તારમાં આકાશમાંથી હોથિયો ઊતરતાં આ કુદરતી દ્રશ્ય જોવા મળેલ હતું જે નિહાળવા આસપાસના લોકો એકત્રિત થયા હતા. મળતી વિગતો મુજબ ગત દિવસે સાંજના સમયે  નેત્રા વાડીવિસ્તારમાં એક ખેતરમાં વંટોળ બાદ આજુબાજુનો કચરો ભમરડી ખાતો ઊંચે આકાશમાં ઊડયો હતો. કાળા ડિબાંગ વાદળોમાંથી હાથીની સૂંઢની જેમ વાદળ વાડીમાં ઊતરી સાથે કચરો તથા વરસાદ વરસી રહ્યો હતો, જે સુંદર નજારો બની રહે, આ કુદરતના સુંદર નજારાને જોવા લોકો એકઠા થયા અને માણ્યો હતો.