દેશી-વિદેશી દારૂની બદી વધતા સ્થાનિક મહીલાઓ બની રણચંડી : પશ્ચિમ કચ્છમાં મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર રેઈડ પાડી દારૂડિયાઓને રસ્તે ચડાવવા કર્યો સાહસ

copy image

copy image

પશ્ચિમ કચ્છમાં મહિલાઓએ એકજુથ બની દેશી દારૂના અડ્ડા પર રેઈડ પાડી દારૂડિયાઓને રસ્તે ચડાવવા સાહસ કર્યો . આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પશ્ચિમ કચ્છના અબડાસા ખાતે આવેલ નલિયા તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની બદી વધતા સ્થાનિક મહીલાઓ રણચંડી બની હતી અને દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, નલિયા નજીક આવેલા છાડુંરા ગામ પાસે એક ઢાબામાં દેશી દારુનું વેચાણ થઈ રહ્યું હતું જેની જાણ ત્યાંની સ્થાનિક મહિલાઓને થતાં મહિલાઓ એકજુથ બની ત્યાં આવી પહોંચી હતી અને ઢાબા પર તોડફોડ કરી અને બાદમાં દારૂ બનાવવાની સામગ્રી એકત્ર કરી સળગાવતી જોવા મળી રહી છે. વધુમાં લોકોમાં આ ચર્ચાનો વિષય બની રહ્યો છે,  મહિલાઓએ જાતે જ દારૂના અડ્ડા પર દરોડો લોકોના મનમાં સ્થાનિક પોલીસની કામગીરીને લઈ પણ સવાલો ઉઠી  રહ્યા છે.