ગુજરાતમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાના આંકડાઓ બન્યા ચોંકાવનારા : શખ્ત અમલવારી કરવા લોકમાંગ

copy image

copy image

આપણા ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે.આસપાસના માહોલ પરથી સભ્યસમાજને શર્મસાર કરતા શખ્સોને જાણે કોઈ કાયદા કાનૂનનો ભય જ ન હોય તેવું જણાઈ રહ્યું છે. આપના ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા દુષ્કર્મની ઘટનાના આંકડાઓની સંખ્યા ચોંકાવનાર થઈ જવા પામી છે. પ્રાપ્ત થતી માહિતીના વિશ્લેષણ પરથી જણાઈ રહ્યું છે કે વડોદરા, સુરત, દાહોદ, મહેસાણા સહિતની કેટલીક ઘટનાઓએ લોકોને ચોંકાવી દીધા છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ વર્ષ 2019-20માં 2200 દુષ્કર્મની ઘટના, જ્યારે 29 ગેંગ રેપની ઘટના,વર્ષ 2020-21માં 2076 રેપની ઘટના તેમજ 27 ગેંગ રેપની ઘટના બની હતી. જો વર્ષ 2022-23ની વાત કરીએ તો 2,209 રેપની ઘટના બની હતી. 2022 -23ના વર્ષમાં 36 ગેંગરેપ થયા હતા. જ્યારે 2023-24માં 2,095ની રેપની ઘટના બની હતી. ઉપરાંત 31 ગેંગ રેપના કેસ નોંધાયા હતા આ તમામ આંકડાઓ National Crime Records Bureau દ્વારા જાહેર કરવામાં આવેલા આવેલ છે. હવે સમાજને શર્મસાર કરતા નરાધમો વિરુદ્ધ શખ્ત અમલવારી થાય તેવી સમય અને લોકોની માંગ છે.