ગાંધીધામમાથી 30 વર્ષીય પરપ્રાંતીય મહિલાની કોહવાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ગાંધીધામમાથી 30 વર્ષીય પરપ્રાંતીય મહિલાની કોહવાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. વધુમાં આ મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાંધીધામ શહેરના જૂના એ-ડિવિઝન નજીક આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી આ યુવતીની લાશ મળી આવેલ છે. મૂળ પશ્ચિમ બંગાળની આ 30 વર્ષીય મહિલાની શંકાસ્પદ હાલતમાં કોહવાયેલી લાશ મળી આવી હતી. ગાંધીધામમાં આવેલ આ ભાનુદીપ કોમ્પ્લેક્સમાં ઉપરના માળે ખૂબ દુર્ગંધ આવતાં મકાનમાલિકે પોલીસને જાણ કરેલ હતી.આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે આ રૂમની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ રૂમમાથી કોહવાયેલી હાલતમાં મહિલાની લાશ મળી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. વધુમાં સામે આવેલ કે સ્પામાં કામ કરનાર આ મહિલાનો પતિ હોટેલમાં કામ કરતો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી તે મોબાઇલ બંધ કરીને કયાંક જતો રહ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. આ દંપતી છેલ્લા એકાદ વર્ષથી અહીં રહે છે. જાણવા મળી રહ્યું છે કે, પોલીસ દ્વારા આ કોહવાયેલી મહિલાની લાશને ફોરેન્સિક પીએમ કરાવવા જામનગર ખાતે મોકલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.