ભારાપર સ્થિત કંપનીમાં ચોથા માળેથી પટકાતા 24 વર્ષીય યુવાનનું મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ ભારાપરમાં આવેલી કંપનીમાં ચોથા માળેથી પટકાતા 24 વર્ષીય યુવાને જીવ ખોયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામમાં ગણેશનગર નજીક રહેનાર તાહીર નામનો યુવાન ભારાપરમાં આવેલ સાલ કંપનીમાં કામ કરી રહ્યો હતો. ગત સવારના અરસામાં હતભાગી કંપનીના ફેરો પ્લાન્ટમાં હતો તે સમયે કોઈ અકળ કારણે ત્રીજા-ચોથા માળેથી અકસ્માતે નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.