ભરૂચ જીલ્લાના સૌથી સૌથી ઉંચા ૪૬ ફૂટના રાવણ દહનની અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ચાલતી તૈયારીઓ

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ભરૂચ જીલ્લાના સૌથી મોટા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનું દહન થનાર છે.જેમાં ૪૬ ફૂટના રાવણ, ૪૫ ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને છેલ્લા ૫૦ દિવસથી ૬ જેટલા કારીગરો આખરી ઓપ આપી રહ્યા છે.અંકલેશ્વર ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા ૪૯ વર્ષથી દશેરાના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે દશેરાની સંધ્યાએ દહન કરવામાં આવશે.
અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન થાય છે.તો કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે.તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે.ત્યારે ઓએનજીસી કોલોની મીની ભારતના ભિન્ન-ભિન્ન પ્રાંતના ઉત્સવની સમૂહ નગરી બની જતી હોય છે.ત્યારે આ વર્ષે પણ ઓએનજીસી કોલોની ખાતેના ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ રહેતું હોય છે.રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું છે.અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે છેલ્લા ૪૯ વર્ષથી ચાલતા આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા ૫૦ દિવસથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે.ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાનવાડી ગામના કારીગરો દ્વારા હાલ ૪૬ ફૂટના રાવણ, ૪૫ ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જેમાં ૫૦ કિલો પેપર પસ્તી, ૧૨૦૦ કિલો નવા કાગળ, ૩૦૦ થી વધુ બામ્બુ વાસ, ૫૦૦ મીટર સાડી સહીત ૫૦ લીટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પૂતળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૌથી મોટા આયોજન પૈકી અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોટું આયોજન હોય છે.ત્યારે આયોજનમાં પૂરતી તકેદારી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને દશેરાની ઉજવણી સામે સજ્જ થવા સાથે સંધ્યાકાળે રાવણ દહન કાર્યક્રમ યોજાશે જેમાં જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો રાવણના પૂતળાના દહનને નિહાળવા ઉમટી પડશે.

કેતન મહેતા, ભરૂચ.