ગોંડલમાં સામે આવ્યું નિષ્ઠુર માતાનું કૃત્ય : નદી કિનારે ખાડામાં દાટી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગોંડલ નદી કિનારે ખાડામાં દાટી દેવાયેલા શિશુનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોંડલ નદી કિનારે ખાડામાં દાટી દેવાયેલા શિશુનો મૃતદેહ મળી આવેલ હતો આ બનાવ સામે આવરા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, સીટી એ-ડીવીઝન પોલીસ ડામોર સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ખાડામાં દાટી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પીટલ લઈ જવામાં આવેલ હતો. નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો દાખલ કરી પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.