મોટી વિરાણી શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી
મોટી વિરાણી શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો અને સમગ્ર શિક્ષા અંતર્ગત I.E.D વિભાગના દિવ્યાંગ બાળકો એ ભાગ લીધો. આ ઉત્સવમાં નખત્રાણા ના B R C શ્રી દેવેન્દ્રભાઈ પટેલ. I. E.D શિક્ષક શ્રી પ્રકાશભાઈ પટેલ. હરેશભાઈ ચુડાસમા. વિષ્ણુભાઈ દુધરેજીયા. મનહરભાઈ. રમાબેન. શાળાના આચાર્યશ્રી નરેશભાઈ પંડ્યા.તથા પ્રજ્ઞાબેન .ગીતાબેન હેતલબેન અંજનાબેન સ્ટાફગણ. વાલીગણ. એસએમસી ના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૌપ્રથમ માં અંબે ની આરતી કરવામાં આવી અને પછી ગરબા અને રાસ રમવામાં આવ્યા. દરેક કન્યાઓને સ્ટાફ તરફથી ભેટ આપવામાં આવી અને દરેક બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા દરેક બાળકોને નવરાત્રી પર્વની શુભેચ્છા આપવામાં આવી. શાળાના આચાર્યશ્રી એન.જી. પંડ્યા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ ગણ અને વાલીઓનો આભાર માનવામાં આવ્યો.
રીપોર્ટ બાય પ્રેમજી બડીયા કરછ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી