એમ્બ્રિયો ટ્રાન્સફરમાં કચ્છ બન્યું કંચન : સરહદ ડેરીના પ્રયાસ થી બેલડી વાછરડી અવતરી : ગુજરાત રાજ્ય ની પ્રથમ ઘટના
સરહદ ડેરી દ્વારા માંડવી તાલુકાની ગોધરા દૂધ મંડળી માં દૂધ ભરાવતા સભાસદ શ્રી વિરજીભાઈ કરશનભાઈ વરસાણી ની ગાયમાં 19-01-2024 ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને આજ રોજ ઐતિહાસિક સફળતા મળતાં બે તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને એક વાછરડી ૧૮ કિલો અને બીજી વાછરડી ૨૦ કિલો વજન ધરાવે છે.
સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ ના નેતૃત્વમાં સરહદ ડેરી દ્વારા કચ્છમાં સૌ પ્રથમવાર NDDB ના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ જેમાં આજે બે તંદુરસ્ત વાછરડી જન્મેલ છે.
સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવાંમાં આવ્યા છે. જેમાથી ૧૦ વાછરડી નો જન્મ થયેલ છે.
આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સમગ્ર ગુજરાત રાજ્ય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET) નું અમલીકરણ કરેલ છે ત્યાર થી કરીને આજ દિન સુધી માં એક જ ગાય થી બે વાછરડી જન્મી હોય તેવો આ પ્રથમ દાખલો છે. આ ઘટના ગુજરાત રાજયમાં પ્રથમ તથા સમગ્ર દેશ માં ત્રીજી ઘટના છે. સરહદ ડેરી ના પ્રયાસો થી પશુપાલક ને જાણે દિવાળી રૂપી બોનસ મળી હોય તેવી ખુશીઓ છવાઈ ગઈ છે. આજે એક ગાય માથી 2 વાછરડી નો જન્મ થયો છે જે એક ઐતિહાસિક ઘટના છે તથા સમસ્ત કચ્છ સહિત ગુજરાત માટે ગર્વ ની પણ વાત છે. ET ટેક્નોલૉજી ના ઉપયોગ થી પ્રેરણા દાયી પરિણામો મળી રહ્યા છે. સાથે તે પશુપાલક ને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ વિયાણ થયેલ ગાય એક દિવસ નું 7 થી 8 લિટર જેટલું દૂધ આપે છે જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલૉજી થી જન્મેલ વાછરડીઓ આશરે અઢી વર્ષ પછી વિયાશે ત્યારે ૨૫ થી ૩૦ લિટર જેટલું દૂધ એક દિવસ માં આપતી થશે એટ્લે અત્યાર કરતાં દૂધ ના પ્રોડકશન ખર્ચ માં ૭૦% ની બચત થશે. ગીર, કાંકરેજ અને જર્શી ગાય માં ET થઈ શકે છે તથા આજે વિયાણ થયેલ ગાય ક્રોસ કાંકરેજ છે. બીજા પશુપાલકો પણ આવી ટેક્નોલૉજી નો બહોળા પ્રમાણ માં લાભ લે તેવુ