ભુજની વાયબલ હોસ્પિટલમાં આગ, ફાયર બ્રિગેડ દોડતી થઈ

ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી વાયબલ હોસ્પિટલમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા જ ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયરની ટીમે ઝડપથી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવાની કોશિશ શરૂ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે.

કોઈ જાનહાનિના સમાચાર નથી. વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.